રાપર તાલુકાના શાનગઢ ગામના આધાર પુરાવા રજૂ કરી ૬ શખસોએ ખોટા ડોમિસાઈલ સર્ટિફિકેટ બનાવી નાખ્યા હતા અને તેને રજૂ કરી cisf માં નોકરી મેળવી લીધી હતી. તમિલનાડુમાં ફરજ દરમ્યાન આરોપીઓનું ભોપાળું બહાર આવતા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે રાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.