બારડોલી: કણાઈ ગામમાં શેરડીના ખેતરમાં મળ્યો 12 ફૂટનો વિશાળ અજગર, સ્વયંસેવીઓએ કર્યું સફળ રેસ્ક્યુ
Bardoli, Surat | Sep 18, 2025 કણાઈ ગામના કોળી ફળિયામાં રહેતા અરવિંદભાઈ સોમાભાઈ પટેલના શેરડીના ખેતરમાં કામ કરતા મજૂરોને અચાનક એક મહાકાય અજગર દેખાયો. આ દ્રશ્ય જોઈને ખેત મજૂરો ગભરાઈ ગયા હતા. તેમણે તુરંત આ વાતની જાણ ખેતરના માલિક અરવિંદભાઈને કરી, જેમણે તેમના સામાજિક વનીકરણ રેન્જના કર્મચારી યોગેશભાઈને સંપર્ક કર્યો. યોગેશભાઈએ તુરંત 'ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ'ના પ્રમુખ જતીન રાઠોડને આ બાબતની જાણ કરી. જતીન રાઠોડે ટ્રસ્ટના સભ્ય પ્રાર્થિવ કોંકણીને કણાઈ મોકલી અજગરનું રેસ્ક્યુ ક્