ગોધરા: ગોધરામાં દાહોદ રોડ પર હોટલ માલિક પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો: માથામાં કડું મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
ગોધરાના દાહોદ રોડ પર ITI સામે આવેલી હોટલના માલિક કમલકુમાર જૈન પર સામાન્ય બાબતે બોલાચાલી બાદ ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ૩૦ મેની રાત્રે આરોપી મુકેશભાઈ વણઝારાએ "રોકેટ કેમ ઉડાડેલ?" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ મુકેશ, કરણ, કિશન અને યુવરાજ વણઝારાએ ભેગા મળી કમલકુમારને ગડદાપાટુનો માર માર્યો હતો અને માથાના ભાગે લોખંડ/ધાતુનું કડું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે ગોધરા શહેર એ ડિવિઝન