કલ્યાણપુર: જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટિફિકેટ.
કલ્યાણપુર તાલુકાના રાજપરા પી.એચ.સી નું ચુર આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ ભાણવડ તાલુકાના મોડપર પી.એચ.સીનું ટીંબડી આયુષ્માન આરોગ્ય મંદિર રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે. આરોગ્યની ઉત્તમ સેવાના માપદંડ માટેનો નેશનલ કવોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ એટલે કે NQAS સર્ટિફિકેટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ કેન્દ્રોને મળ્યું છે. આ બન્ને કેન્દ્રો દ્વારા ૧૨ પ્રકારની સેવાઓ ઉત્તમ રીતે આપવામાં આવી રહી છે. આ સાથે ચુર કલ્યાણપુર તાલુકાનું પ્રથમ તેમજ ટીંબડી ભાણવડ તાલુકાનું પ્રથમ