લીંબડી: લીંબડી રેલવે સ્ટેશનનું અંદાજે 11 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું પણ ક્રોસિંગ બ્રીજ અભાવે મુસાફરો પર નુ જોખમ યથાવત
રેલવે વિભાગ દ્વારા દેશના મોટા ભાગના રેલવે સ્ટેશનો સાથે લીંબડી રેલવે સ્ટેશન નુ પણ નવિનીકરણ કરવામાં આવ્યું છે. પરતું રેલવે સ્ટેશન પર જ્યારે ક્રોસિંગ આપવામાં આવે છે ત્યારે અકસ્માત નું જોખમ વધી જાય છે. લીંબડી રેલવે સ્ટેશન પર મુસાફરો ને સામેના પ્લેટફોર્મ પર જવા આવવા ક્રોસિંગ બ્રીજ નથી જેથી મુસાફરો ને પાટા પર ઉતરી ચાલી જવું પડે છે જે એક જોખમી સાબિત થઈ શકે છે નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી અને વહેલી તકે ક્રોસિંગ બ્રીજ બને એવી માંગ કરી છે