બાબરા: બાબરા પોલીસની ચુસ્ત કામગીરી,-અકસ્માત કરનાર વાહન આઇસર ચાલકની જસદણ થી ધરપકડ
Babra, Amreli | Nov 5, 2025 બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે લોકસહયોગ અને CCTVની મદદથી ચમારડી-વાવડી વચ્ચે થયેલો અનડીટેક્ટ અકસ્માત ગુન્હો ગણતરીના દિવસોમાં ઉકેલી બતાવ્યો.અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ચાલક કમલેશભાઈ માવીને ટક્કર મારી નાસી ગયો હતો.તપાસ બાદ પોલીસએ અકસ્માત કરનાર આઇસર ટ્રક અને તેના ડ્રાઇવર લખમણભાઈ માણકોલીયાને જસદણથી ઝડપી લીધો છે.