ગોધરા: ભુરાવાવ વિસ્તારમાં આવેલ હંગામી બસ સ્ટેન્ડ ખાતેથી અજાણ્યા ઈસમે યુવાનના મોબાઈલ ફોનની તફડંચી કરી હતી
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં હંગામી બસ સ્ટેન્ડ પરથી યુવાનના મોબાઈલની તફડંચી થયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. મેહુલ નાનુભાઈ પટેલ 16 એપ્રિલે નોકરીથી પરત ફર્યા બાદ બસ સ્ટેન્ડ પર ઉતર્યા હતા, ત્યારે અજાણ્યા ઇસમે તેમના ખિસ્સામાંથી રૂ. 27 હજારની કિંમતનો મોબાઈલ ચોરી લીધો હતો. ઘટનાને લઈને યુવાને પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.