ગોધરા: ગોધરામાં પાસા વોરંટના ગુનામાં નાસતો ફરતો આરોપી એલસીબીની પકડમાં, બી-ડિવિઝન પોલીસને સુપ્રત કરાયો
પંચમહાલ LCB એ ગોધરામાં પાસા વોરંટના ગુનામાં નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ LCB ટીમ કાર્યરત હતી.આ દરમિયાન, પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગોધરાના ઇદગાહ મહોલ્લા પાસે રહેતા આદીલ ઇબ્રાહીમ હયાત વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતનો હુકમ કરાયો હતો. બાતમી અને વોચના આધારે એલ.સી.બી.એ આરોપી આદીલને દબોચી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી મ