ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસે શિવાજી સર્કલ નજીકથી ઓનલાઇન વેબસાઈટ થી જુગાર રમતા શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 14, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ પથક ખાતેથી જણાવ્યા અનુસાર ઘોઘા રોડ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શિવાજી સર્કલ પાસે બાતમીના આધારે હાર્દિક નામના શખ્સને ઝડપી લીધો હતો. જે ઓનલાઇન મોબાઇલ મારફતે વેબસાઈટ પર જુગાર રમતો હોય, જે અંગે પોલીસે શખ્સને ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.