રાજકોટ: રાસોત્સવમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિહિપ દ્વારા કરાયેલ વિરોધ પ્રત્યે રોષ વ્યક્ત કરતા મહેશ રાજપૂતે નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Sep 29, 2025 રાસોત્સવમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાયેલ વિરોધ અંગે પોતાનો રોષ વ્યક્ત કરતા આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, ભાજપના કહેવાથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા માત્ર આ નાટક કરવામાં આવ્યું છે. પ્રવેશ કોને આપવો અને કોને ના આપવો તે આયોજકોના નિર્ણય પર આધારિત હોવું જોઈએ. અસામાજિક તત્વો બંને કોમમાં હોઈ શકે છે. વિશ્વ હિન્દુ પરિષદમાં તાકાત હોય તો તેઓ અર્વાચીન રાસોત્સવ બંધ કરીને બતાવે.