તારાપુર: તારાપુરના વતની અને દરજીકામ કરતા પિતાની લાડલી આફિયા પટેલે 12 સાયન્સમાં મેળવ્યા 98.18 PR
Tarapur, Anand | May 4, 2026 કહેવાય છે કે ‘મહેનત અને હિંમત જ સફળતાની કલમ છે’, આ ઉક્તિને તારાપુરની દીકરી આફિયા પટેલે સાર્થક કરી બતાવી છે. આફિયાએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં સમગ્ર સમાજ અને શહેરનું નામ રોશન કર્યું છે.આફિયાએ તેની અથાગ મહેનતથી બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું છે.98.18%પરસેન્ટાઈલ રેન્ક સાથે આદર્શ શાળા નાપામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.આફિયાના પિતા વ્યવસાયે દરજીકામ કરે છે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં,આફિયાએ સાબિત કર્યું કે, સપનાઓ ગરીબી નથી જોતા.