લીંબડી: બોટાદ ના હડદળ ગામે ઉશ્કેરાયેલા ટોળા દ્વારા કરાયેલા હુમલા ની ઘટના ને રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીએ વખોડી તોફાની તત્વો ને પકડો
બોટાદ ના માર્કેટયાર્ડ ખાતે કડદા ના આંદોલન પુર્વ હડદળ ગામે બનેલી ઘટના ને લીંબડી ના સામાજિક આગેવાન અને રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના પ્રદેશ સચિવ નિલેશ ચાવડાએ વખોડી કાઢી હતી અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ રેલીમાં કેટલા અસામાજિક તત્વો એ ઘુસી જઇ અને આ તોફાનો કર્યા છે. આ ઘટના બાદ પોલીસે પકડાયેલા પૈકી ઘણા નિર્દોષ લોકો છે એમને છોડી મુકવામાં આવે અને જે ભેજાબાજ તોફાન કરી ભાગી છૂટયા છે એમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.