ઉમરગામ: ઉમરગામમાં દંપતિ આપઘાત કેસમાં એકની જામીન નામંજૂર
ઉમરગામમાં યુવકને ઓનલાઇન ટ્રેડિંગની લાલચ આપી રૂપિયા લઇ લીધા બાદ પરત ન આપતા ટેન્શનમાં તેણે પત્ની સાથે આપઘાત કરી લીધો હતો. તે સાથે બાળકની પણ હત્યા કરતા પોલીસને સ્થળ પરથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ કેસમાં એક આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી છે.