ગોધરા: પાવાગઢમાં ચોમાસાને પગલે રાત્રિના સમયે પગપાળા જતો માર્ગ બંધ કરાયો, અધિક નિવાસી કલેક્ટર જે જે પટેલે આપી માહિતી
ચોમાસાની ઋતુમાં સંભવિત જોખમોને ધ્યાને રાખીને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ ખાતે રાત્રિના ૧૦ થી સવારના ૪ વાગ્યા સુધી માંચીથી નિજ મંદિર તરફ જતો પગપાળા માર્ગ યાત્રિકો માટે બંધ કરવામાં આવ્યો છે.તાજેતરમાં જ પથ્થર પડવાની ઘટનામાં થયેલી જાનહાની બાદ કલેક્ટર દ્વારા એક તપાસ સમિતિની રચના કરાઈ હતી. આ સમિતિએ પોતાના રિપોર્ટમાં એવી ૩ જગ્યાઓ દર્શાવી છે જ્યાં પથ્થરો ધસી પડવાની શક્યતા સૌથી વધુ છે. સમિતિની આ ભલામણોના આધારે હવે તંત્ર દ્વારા જીઓલોજિકલ અને