મહાનગર પાલિકા કચેરી ખાતે કરદાતાઓએ રૂપિયા 1.86 કરોડ વેરો જમાં કરાવ્યો, 101 મિલ્કત સીલ કરાઈ
Bhavnagar City, Bhavnagar | Mar 29, 2026
ભાવનગર મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 101 મિલકત ધારકોને મહાનગરપાલિકા રિકવરી ટીમ દ્વારા બાકી વેરા અંગે સીલ કરવામાં આવી હતી. જ્યારે 901 મિલકત ધારકોએ રજાના દિવસમાં પોતાનો મિલકત વેરો જમા કરાવતા મહાનગરપાલિકા કચેરી ખાતે રૂપિયા 1.86 કરોડની આવક થવા પામી હતી.