ગોધરા: જિલ્લાના ધોરણ-10ના પરિણામમાં 2.82%નો સુધારો: 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જિલ્લા શિક્ષણાધિકારીએ આપી માહિતી
પંચમહાલ જિલ્લામાં 2026ના ધોરણ-10નું પરિણામ 76.42% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 2.82% વધારે છે. કુલ 22,431માંથી 17,141 વિદ્યાર્થીઓ પાસ થયા. આ વર્ષે 350 વિદ્યાર્થીઓએ A1 અને 1301 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા, જેમાં તમામ ગ્રેડમાં વધારો નોંધાયો. કાલોલ કેન્દ્રે સૌથી વધુ 93.27% પરિણામ મેળવ્યું, જ્યારે ખોજલવાસા સૌથી ઓછું 48.48% રહ્યું. 100% પરિણામ ધરાવતી શાળાઓમાં વધારો અને નબળા પરિણામવાળી શાળાઓમાં ઘટાડો નોંધાયો. નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થતા