લીંબડી: લીંબડી તાલુકાના રાસકા ગામે સામાન્ય બોલાચાલી થતા સમજાવવા ગયેલા પિતા પુત્ર પર હુમલાની ઘટના થી ચકચાર પોલીસે તપાસ હાથ ધરી છે
રાસકા ગામે નિતુભા ખુમાનસિંહ ઝાલા એ પોલીસ ફરિયાદ માં જણાવ્યું હતું કે એમનો દિકરો હરવિજય ડેરી એ દુધ આપવા ગયો હતો ત્યારે રસ્તા વચ્ચે થી સાયકલ થોડી સાઇડમાં લેવા બાબતે બોલાચાલી કરનાર લોકો સાથે બ સમજાવવા જતા ઉશ્કેરાયેલા મેરાભાઇ ધુડાભાઇ ડાંગર, ભુરો મેરા ડાંગર તથા ગોપાલ મેરા ડાંગર અને વાલા મયાભાઇ ડાંગરે એક સંપ કરી હરવિજય તથા તેના પિતા નિતુભા ખુમાનસિંહ ઝાલા એમ પિતા પુત્ર ઉપર લાકડીઓ વડે હુમલો કરી માર માર્યા ની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી.