અસારવા: ગુજરાતની ગ્રાહક કોર્ટોમાં ખાલી જગ્યાઓનો ભરાવો, 50 હજારથી વધુ કેસ પેન્ડિંગ; ઝડપી ન્યાય માટે ઉઠી માંગ
ગુજરાતની ગ્રાહક કોર્ટોમાં ખાલી જગ્યાઓનો ભરાવો, 50 હજારથી વધુ કેસ પેન્ડિંગ; ઝડપી ન્યાય માટે ઉઠી માંગ ગુજરાત રાજ્યની ગ્રાહક કોર્ટોમાં પ્રમુખ, સભ્યો અને સ્ટાફની મોટી સંખ્યામાં જગ્યાઓ વર્ષોથી ખાલી હોવાથી કેસોના નિકાલમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખએ જણાવ્યું કે રાજ્યભરમાં 50 હજારથી વધુ ફરિયાદો અને અપીલો પેન્ડિંગ છે, જ્યારે 26 જિલ્લા ગ્રાહક કમિશનોમાં પ્રમુખોની જગ્યાઓ ખાલી છે. અમદાવાદની ત્રણેય ગ્રાહક કોર્ટમ