આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયત ખાતે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવશે.2 કરોડ 72 લાખના ખર્ચે સોલર સિસ્ટમ લગાવવામાં આવનાર છે.આણંદની 22 ,ઉમરેઠની 22 બોરસદની 25 ,આંકલાવની 20, પેટલાદની 29, સોજીત્રાની 10 ખંભાતની 27 તારાપુરની 18 ગ્રામ પંચાયતોમાં સોલર રૂકટોપ સિસ્ટમ લગાવાશે.દરેક ગ્રામ પંચાયત ખાતે 3 કિલો વોટ ક્ષમતાની સોલર પેનલ લગાવામાં આવશે.