વઢવાણ: આંબેડકર નગર માસે ઘર નજીક ફટાકડા ફોડવાની ના પાડતા 4 વ્યક્તિ દ્વારા યુવાન પર છરી વડે હુમલો
સુરેન્દ્રનગર આંબેડકરનગર 1 વણકરવાસમાં રહેતા હાર્દિકભાઈ વિનોદભાઈ પરમારે ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિરાજ અશોકભાઈ ભરવાડ, મોન્ટુ જાલાભાઈ ભરવાડ, શનિભાઈ રાજુભાઈ ભરવાડ અને હિતેશ વિક્રમભાઈ ભરવાડે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.