વિજાપુર: વિજાપુર એપીએમસી માં ચેરમેન તરીકે રાજુભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે બચુભાઇ પટેલ ચૂંટાયા
વિજાપુર એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી ચૂંટણી અઘિકારી યુવરાજ સિંહ ચૌહાણ ની ઉપસ્થિતિ માં આજરોજ મંગળવારે ત્રણ કલાકે એપીએમસી હોલ ખાતે યોજાઇ હતી. જેમાં રાજુ ભાઈ પટેલની ચેરમેન પદે તરીકે અને બચુભાઇ પટેલ ને વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટણી અધિકારી એ ચુંટાયેલા જાહેર કર્યા હતા.. આ બંને આગેવાનો ખેડૂત અને વેપારી હિતોનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી, APMCના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.