કરજણ: જુનીજીથરડી , કંડારી, કાસમપુર, સહિત ના ગામોમાં ધારાસભ્યના વરદ હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
કરજણ, શિનોર અને પોર વિધાનસભાના અંદાજીત ₹ ૨.૭૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામનું ખાતમુહૂર્ત કરજણ શિનોર પોર ના ધારાસભ્ય અક્ષય પટેલ કર્યું. જેમાં કંડારી - ધનોરા અને ઇન્દિરા ખડકીના નાળાનું કામ, જૂની જીથરડી એપ્રોચ રોડ અને ચોરંદા - કાસમપુર રોડનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગ્રામ્ય આગેવાનશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.