હાંસોટ: હાંસોટના કુડાદરા ગામે વિકાસ સપ્તાહની કરાય ઉજવણી, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
Hansot, Bharuch | Oct 10, 2025 સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે જે અન્વયે ભરૂચના હાંસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.આ પ્રસંગે સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, હાંસોટ મામલતદાર રાજન વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ સહિત હાજર રહ્યા હતા.