ગોધરા: ગોધરા શહેરમાં ચોરી કેસમાં સંડોવાયેલા આરોપી મલિંદરસિંહ ઉર્ફે મલ્લીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી
ગોધરા શહેરમાં ઘરનું તાળું તોડી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ ₹૫૫,૫૦૦ ની ચોરી કરવાના ગુનામાં પકડાયેલા આરોપી મલિંદરસિંહ ઉર્ફે મલ્લી માનસિંગ ટાંકની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. ૨૩ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ બનેલી આ ઘટના અંગે ગોધરા શહેર એ ડીવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કેસની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.કે. ચૌહાણએ જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની ધારદાર કાયદાકીય દલીલો અને પોલીસના સોગંદનામાને ગ્રા