વિજાપુર: વિજાપુર વસઈ ગ્રામ પંચાયતના સરકારી કામ અડચણ કરવા અને સોના નો દોરાની રૂ 1,50,000/- ની લૂંટની ચાર ઈસમો સામે ફરીયાદ નોંધાઇ
વિજાપુર વસઈ ગ્રામપંચાયત માં તલાટી સાથે પ્લોટ ફાળવણી માટે રકઝક કરતા ચાર ઈસમો એ ભેગા મળી સરપંચ ભરત ભાઈ જેઠા ભાઈ કડિયા સાથે ઝગડો કરી સરકારી માલ ને નુકશાન કરી ગળા માં પહેરેલ સોના ના રુદ્રાક્ષ ની માળાની લૂંટ કરી ગડદા પાટું કરતા ત્રણ સામે ભરત ભાઈ કડિયા એ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ મંગળવારે સાંજે ચાર કલાકે રાજુભાઈ પરમાર સહિત ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.