ભાવનગર શહેર: સતનામ ચોક પાસે આઈપીએલ. ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતા શખ્સની ધરપકડ
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
આજે તારીખ 6 એપ્રિલ ના બપોરના 1 કલાકના અરસામાં ભાવનગરના ચિત્રા સીદસર રોડ પર સતનામ ચોક પાસે જાહેર રોડ પરથી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા કરવામાં આવેલી રેઈડ દરમિયાન, રાકેશભાઈ ખીમજીભાઈ બારૈયા નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોન પર આઈપીએલ. ટી-૨૦ ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાયો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આ આઈ.ડી. તેને વરતેજ ગામના રહેવાસી નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી. ગોહીલ પાસેથી મેળવી હતી, જેને લઈને બને સામે કાર્યવાહી હાથ ધરી.