બાબરા: એલ.સી.બી.ની ધડાકેબાજ કાર્યવાહી — બાબરાના દેવળીયા પાસે રૂ.3.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Babra, Amreli | Nov 13, 2025 બાબરા તાલુકાના દેવળીયા ગામ નજીકથી વિદેશી દારૂની હેરફેર કરતા એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે અંકીત મનુભાઈ સાનેપરા નામના ઈસમને ફોરવ્હીલ કાર સાથે ઝડપી લીધો હતો.કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની અનેક બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹3,51,228/- ના મુદ્દામાલ સહિત આરોપી પોલીસ હથ્થે ચડ્યો હતો.