ગોધરા: ગોધરાની લીલેશરા ચોકડી પાસે પોલીસ સાથે ઘર્ષણ કરનાર ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ, આરોપીની અટકાયત
ગોધરાના લીલેશરા ચોકડી હાઇવે પર બેદરકારીપૂર્વક ટેમ્પો ચલાવી પોલીસ અને રાહદારીઓનો જીવ જોખમમાં મૂકનાર ચાલક સામે ગુનો દાખલ કરાયો છે. રાઉન્ડ ફોરેસ્ટર કરણભાઇ ડામોરની ફરિયાદ મુજબ, સોયેબ હુસેન રાટા નામના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવ્યું હતું. પોલીસે તેને રોકતા, તેણે ઉશ્કેરાઈને સરકારી કર્મચારીઓ સાથે ગાળાગાળી અને ઉગ્ર ઘર્ષણ કરી ફરજમાં અડચણ ઊભી કરી હતી. ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સોયેબ રાટાની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી છે અને આગળ