ભુજ: નાડાપાની ફેક્ટરીમાં પાણીની ચેનલમાં પડી જવાથી શ્રમિકનું મોત
Bhuj, Kutch | Apr 12, 2026 નાડાપાની ફેક્ટરીમાં પાણીની ચેનલમાં પડી જવાથી શ્રમિકનું મોત ભુજ પાસેના નાડાપાની એક કંપનીમાં મજૂરી કામ કરતા દાહોદના ૩૯ વર્ષીય શ્રમિક કનુભાઈ ભુરિયાને અચાનક ફીટ (ખેંચ) આવતા તેઓ પ્લાન્ટની પાણીની ચેનલમાં પડી ગયા હતા. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.