હાલોલ તાલુકાના ચાંપાનેર પાવાગઢ ગામ ખાતે જિલ્લા SOG અને પાવાગઢ પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી લીલા ગાંજાના બે છોડ તથા તેના પાંદડા-ડાળખા સાથે એક આરોપી શંકરભાઈ પન્નાલાલ પરમારને ઝડપી પાડવામાં આવ્યો છે.જપ્ત કરાયેલા મુદ્દામાલનું કુલ વજન 13.820 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 6,91,000 ગણવામાં આવી છે.જેની માહિતી જિલ્લા SOG પોલીસે આજે શનિવારે બપોરે 1.30 કલાકે પ્રેસનોટના માધ્યમથી આપી હતી