પૂર્વ કચ્છ પોલીસના "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત SOG દ્વારા આદીપુરના વોર્ડ 6/એ વિસ્તારમાંથી દિનેશ તારારામ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 13.74 ગ્રામ હેરોઈન (કિંમત ₹2,74,800/-) મળી આવ્યું છે. હેરોઈન અને મોબાઈલ સહિત કુલ ₹2,79,800/-ના મુદ્દામાલ સાથે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી કુલદીપસિંગ (પંજાબ)ને પકડવા તપાસ ચાલુ છે.આ કામગીરી એસઓજી પીઆઇ ડી.ડી ઝાલા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે