ગોધરા: શહેરના ચેતનદાસ પ્લૉટ વિસ્તારમાં મિલકતના વિવાદે મારામારી થતા બે ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં મિલકતના વિવાદને કારણે મારામારીની ઘટના બની. અશરફ મોહંમદ હનીફ શિકારીએ ફરિયાદ નોંધાવી કે 4 એપ્રિલની રાત્રે તેમના મામા સાથે બોલાચાલી દરમિયાન મોહંમદ હનીફ હુસેન બેદીએ ડંડાથી હુમલો કર્યો અને તાહીર મોહંમદ હનીફ બેદીએ પણ જોડાઈ અશરફને માથા સહિત શરીરના ભાગે માર્યો. બુમાબુમથી લોકો એકત્ર થઈ બચાવ કર્યો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી. મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.