બરવાળા: બરવાળામાં ધંધુકા હાઇવે પરથી પોલીસે મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપી લીધો,9 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો,DYSPએ આપી માહીતી
Barwala, Botad | Sep 18, 2025 બોટાદ જીલ્લાના બરવાળા PI એન. વી.વસાવા અને પોલીસ સ્ટાફે ધંધુકા હાઈવે ઉપર એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને અટકાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી.ચોકડી ગામના વિપુલ ચમન ગોરાહવા ઉપર પોલીસને શંકા જતા તેની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામા આવી હતી.આરોપી વિપુલએ વડોદરા,વિરપુર,ગોંડલ,જેતપુર અને અન્ય વિસ્તારોમાંથી કુલ 9 મોટરસાયકલ ચોરી કર્યા હોવાનુ કબૂલ્યુ હતુ.પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા 9 મોટરસાયકલ કબ્જે કરી રૂ.1.70 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરેલ છે.