ગોધરા: ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં પંખો બંધ કરવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર હુમલો થતા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના ગોહ્યા મહોલ્લામાં પંખો બંધ કરવા જેવી નાની બાબતે વૃદ્ધ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, 28 એપ્રિલે યાકુબ ઇસ્માઇલ ખરાદી મસ્જિદમાં હતા ત્યારે અસરફ યાકુબ દેડકીએ બોલાચાલી બાદ ગાળો આપી તેમને ધક્કો માર્યો હતો. ધક્કાથી પડી જતા યાકુબભાઈના જમણા પગમાં ગંભીર ઇજા થઈ અને ફ્રેક્ચર થયું હતું, જેના માટે ઓપરેશન જરૂરી બન્યું. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ મામલે મુસ્તાક અહેમદ ખરાદીએ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને