ઠાસરા: ઠાસરા ખાતે ધી જેએમ દેસાઈ હાઈસ્કુલ મા ચુંટણી ની તાલિમ દરમ્યાન મૃત્યુ પામેલ શિક્ષકના પરિવારને 15લાખનો ચેક અપાયો
Thasra, Kheda | Apr 17, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ ૧૧૯-ઠાસરા વિધાનસભા મતવિભાગમાં મતદાન મથક પર તા. ૨૭/૦૩/૨૦૨૪ના રોજ યોજાયેલ પોલીંગ સ્ટાફની તાલીમ દરમિયાન મૃત્યુ પામેલ શ્રી પીનાકીન ભાઈલાલભાઈ મેકવાનના પરિવારને ભારતીય ચૂંટણી પંચ દ્વારા રૂ. ૧૫ લાખ આપવામાં આવી છે. જે અન્વયે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના હસ્તે પીનાકીન મેકવાનના પિતાશ્રી ભાઈલાલભાઈ ભુદરભાઈ મેકવાનને વળતર સહાય રકમનો એકાઉન્ટ પેઈ ચેક આપવામાં આવ્યો હતો.