તારાપુર: મહિયારી વાંટાસીમ વિસ્તારમાંથી અજાણ્યા આધેડની લાશ મળતા ચકચાર.
Tarapur, Anand | Oct 10, 2025 તારાપુર શહેરના બગોદરા વાસદ હાઇવે પર મહિયારી વાંટાસીમ વિસ્તારના આશિષ હોટલની બાજુમાં રોડની કિનારીએથી એક અજાણ્યા આધેડની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબ્જો લઈને તપાસ હાથ ધરતા મરણ જનાર 50 થી 55 વર્ષની ઉંમરનો પુરુષ હોવાનું જણાઈ આવ્યું હતું.તેણે માથા ઉપર સફેદ રૂમાલ બાંધેલ છે.શરીરે સફેદ કલર જેવુ આંખી બાંયનુ શર્ટ તથા કાળા કલરનુ સાદુ પેન્ટ પહેર્યું છે.