ગોધરા: કૃષિ મંત્રી કટારાના નિવેદનથી શિક્ષક સંઘ લાલઘૂમ: ગોધરામાં શિક્ષકોને 'પગારભૂખ્યા' ગણાવ્યા હતા; વિવાદિત શબ્દો પાછા ખેંચવા ઉ
ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ મંચ પરથી સંબોધન કરતી વખતે શિક્ષકોને આડે હાથ લીધા હતા. મંત્રીએ શિક્ષકોની માનસિકતા પર સવાલ ઉઠાવતા જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.