હાંસોટ: હાંસોટના પંડવાઈ સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે બોઈલર પ્રજ્વલિત કરી શેરડી પીલાણનો પ્રારંભ કરાયો
હાંસોટની પંડવાઈ સુગર ખાતે સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન ૨૦૨૫-૨૬ની તૈયારીનાં ભાગરૂપે બોઈલરનું શાસ્ત્રોક્ત વિધીથી પ્રદીપન આજે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સુગરના ડિરેકટરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા .આગામી સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા અંદાજીત સાડા પાંચ લાખ મેટ્રિક ટન શેરડીનાં પિલાણનો અંદાજ આંકવામાં આવી રહયો છે.