કુંભારવાડા મોક્ષ મંદિરના ગેટ નજીક રોડ તોડવામાં આવતા લોકોમાં રોષ, રજુઆત કરાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 16, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર નજીક મહાનગરપાલિકા દ્વારા રોડ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. જેને લઇને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. રોડ તોડવાને લઈને મોક્ષ મંદિર જવામાં લોકોને મુશ્કેલી પડી હતી. જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક લોકો દ્વારા મનપા સમક્ષ રજૂઆત કરી હતી.