ભચાઉ: શહેરમાં વિવિધ પેટ્રોલ પંપ પર ભીડ, વાહનની ટાંકી ફુલ કરાવા લાઇનો લાગી
Bhachau, Kutch | Mar 23, 2026 ભચાઉ શહેર અને તાલુકાના ગામડામાં આજે સોમવારે પેટ્રોલ પંપ પર ભીડ જોવા મળી છે. સતત રજાઓના દિવસોના કારણે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સમયસર ન પહોંચતા આજે પેટ્રોલ પંપ પર લાઇનો જોવા મળી હતી. વાહન ચાલકો વાહનની ટાંકી ફુલ કરાવા માટે લાઇનો લાગી હતી. જ્યારે કેટલાક પંપ પર વેચાણ બંધ કરી દેવાની ફરજ પડી હતી.