ગોધરા: પંચમહાલ: ગૌ-તસ્કરી કરતી કુખ્યાત ‘ભોપલી ગેંગ’ પર ગુજસીટોક; બે આરોપીના 13 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાત સરકારના સંગઠિત ગુનાખોરી નાબૂદ કરવાના અભિયાન હેઠળ પંચમહાલ પોલીસે મોટી કાર્યવાહી કરીને કુખ્યાત ‘ભોપલી ગેંગ’ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગેંગ લાંબા સમયથી ગૌ-તસ્કરી, ગેરકાયદેસર કતલ અને પોલીસ પર હુમલા જેવા ૧૯ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે.પોલીસે આ ગેંગના બે મુખ્ય સાગરીતો, એહમદ હુસેન ઉર્ફે મોહસીન પૌવા અને સલમાન યામીન ઉર્ફે કાનકટ્ટોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને વડોદરાની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના ૧૩ દિ