મોરવા હડફ: વાડોદર ગામે રોડ ઉપરથી જિલ્લા LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.77,16,244/-ના મુુ્દ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા
જિલ્લા LCB પોલીસની ટીમે મોરવા હડફના વાડોદર ગામે રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબની ટ્રકને તથા પાઇલોટીંગ કરનાર સ્વીફટ કારને પકડી ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ 77,16,244 ના મુદામાલ સાથે ત્રણ ઇસમો જેમા પરેશભાઇ ચારેલ,ઇરફાનખાન પઠાણ અને અબ્દુલફારુક પઠાણને ઝડપી મોરવા હડફ પોલીસ મથકે પ્રોફોબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેની માહિતી જિલ્લા LCB પોલીસે આજે શનિવારે સવારે 10.40 પ્રેસનોટ ના માધ્યમથી આપી હતી