ઉચ્છલ: મહેસૂલી તલાટીઓ માટે નવા જોબ ચાર્ટ અંગે 7 દિવસની ખાસ તાલીમ શરૂ
Uchchhal, Tapi | Oct 2, 2026 ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે મહેસૂલી તલાટીઓ માટે 7 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નવા જોબ ચાર્ટ મુજબ તલાટીઓની ફરજો, જવાબદારીઓ અને કામગીરીમાં થયેલા ફેરફારો અંગે તેમને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.