મોરવા હડફ: સાગવાડા ગામેથી જિલ્લા SOG પોલીસે લાયન્સ વગર રાખેલો ફટાકડાનો જથ્થો રૂ.4,37,400 ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
જિલ્લા SOG પોલીસની ટીમ મોરવા હડફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિગમા હતા દરમ્યાન બાતમી મળી હતી કે સાગવાડા ગામે રહેતા ગણપતભાઈ રાવતના રહેણાક મકાનમાંથી લાઇસન્સ વગર ગેરકાયદેસર રીતે રાખેલ ફટાકડાનો જથ્થો મળી આવતા પોલીસે રૂ.4,37,400 નો મુદામાલ સાથે ગણપતભાઈ રાવતને ઝડપી પાડી મોરવા હડફ પોલીસ મથકે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે જેની માહિતી જિલ્લા SOG પોલીસે આજે રવિવારે સાંજે 5.30 કલાકે પ્રેસનોટ ના માધ્યમથી આપી હતી