તારાપુર: તારાપુર-ખંભાત રોડ પર બેફામ બાઇક ચાલકે વૃદ્ધને મારી ટક્કર, ડાબા હાથમાં ફ્રેક્ચર
Tarapur, Anand | May 29, 2026 સંજયભાઈ મનુભાઈ પરમાર (રહે. ખટનાલ, ભાથીજી ફળીયું, તા. ખંભાત) ના જણાવ્યા અનુસાર, તેમના સસરા ખોડીયાર નગર ખાતે એકલા રહેતા છે.તેમના સસરા ઘઉં દળાવવા માટે ખોડીયાર નગરથી નીકળી ઇલા પાર્કમાં આવેલ ઘંટીએ ચાલતા જતા હતા. તે સમયે ઇલા પાર્ક નજીક ખંભાત તરફથી આવતી એક મોટરસાયકલ (નંબર: GJ-23-DS-1275) ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વૃદ્ધને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.