લીંબડી: લીંબડી હાઇવે પર બલદાણા ના પાટિયા પાસે બાઇક સવાર બે યુવાનોને પુરપાટ ઝડપે આવી રહેલી કારે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
11 નવેમ્બર સવારે 10 કલાકે ચુડા ના ચાચકા ગામેથી બાઇક લઇ લીંબડી હાઇવે આવેલી મોડેલ સ્કૂલ ખાતે ભાગ લેવા આવી રહ્યા હતા. ત્યારે બલદાણા નજીક પુરપાટ ઝડપે આવી રહેલી કારે અડફેટે લેતા મેહુલ લાલજી અને કાર્તિક સેગાભાઇ ને અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તો ને તાબડતોબ સારવાર માટે પ્રથમ લીંબડી સિવિલ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.