વાલિયા: વાલિયા પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના બાડમેર જીલ્લામાંથી પોલીસે ઝડપ્યો
Valia, Bharuch | Oct 29, 2025 એસ.પી.અજય મીણાની સુચના અને વાલિયા પોલીસ મથકના પી.આઈ એમ.બી.તોમર માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ કે.બી.ડોડીયા સહિત ડી.સ્ટાફના અજિત વસાવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાનમાં તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી.કે વાલિયા પોલીસ મથકના 2009ના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપી રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો હતો.