વઢવાણ: રતનપર હરેકૃષ્ણ સોસાયટી પાસે પાણીની લાઇન લીકેજ થતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા હજારો લીટર પાણી નો વેડફાટ
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ સોસાયટી પાસે પાણીની પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતા હજારો લીટર પાણી મુખ્ય રસ્તા પર વેડફાઈ ગયું હતું. બીજી તરફ મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા અહીંથી પસાર થતા રાહદારી અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી.