ગોધરા: પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં NEET (UG) પરીક્ષા સંપન્ન થઈ
સમગ્ર દેશની સાથે પંચમહાલમાં પણ આજે NEET (UG) 2026ની પરીક્ષા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન વાતાવરણમાં સંપન્ન થઈ છે,પંચમહાલ જિલ્લામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી NEET (UG) પરીક્ષાને લઈને જિલ્લાના 4 અલગ-અલગ કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પરીક્ષામાં કુલ નોંધાયેલા ૧૬૫૬ વિદ્યાર્થીઓમાંથી ૧૬૦૯ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ૪૭ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.