રાજકોટ: આંબેડકર નગરમાં ત્રિપલ મર્ડર કેસમાં બે આરોપીઓની ધરપકડ, બનાવ વિશે એસીપી બી. જે. ચૌધરીએ નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Oct 22, 2025 આંબેડકર નગરમાં તારીખ 20 ઓક્ટોબરે થયેલ ત્રીપલ મર્ડર કેસ વિશે આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ એસીપી બી. જે.ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ મર્ડર કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ,આ મામલે વધુ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખુલશે તો તેની પણ ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.